હજુ પણ ગુજરાતમાં ચોરી,લૂંટ અને અકસ્માતના બનાવનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે, ત્યારે ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. તેવામાં કેટલાય લોકો તો સ્વાર્થ દેખાય ત્યાં દોડી જતા હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે આજનો આ સમય કે જેણે લોકોને સ્વાર્થીલા બનાવી દીધા છે.
પરંતુ હજુ પણ એવા કેટલાય ઈમાનદાર લોકો છે કે જે કોઈ દિવસ એવું ખોટું કાર્ય કરતા નથી. આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં એક વ્યક્તિની ઈમાનદારી સામે આવી છે.વાત જાણે એમ છે કે દાહોદ થી ગરબાડા પુલ પર એક અકસ્માતનો બનાવ બન્યો. ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે એક બાઇકચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક યુવક ઇજાગ્રસ્ત પામ્યો હતો તેથી એ યુવકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો ત્યારે એ યુવકના પરિવારજનો તેની સાથે કોઈ હતું નહીં અને જોયું તો એ યુવકના ખિસ્સામાંથી કુલ રૂપિયા 50 હજાર રોકડા અને કેટલાક એવા જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા.
જે બધી જ વસ્તુઓ એ 108ના EMT વિપુલભાઈ અને પાઇલટ ભરતભાઈ બંનેને મળતા તેમને એ બધી જ વસ્તુઓ સાચવી રાખી. આ બંને ભાઈઓએ યુવકના પરિવારનો સંપર્ક કરીને તેમને એ રૂપિયા અને વસ્તુઓ માટેની જાણ કરવામાં આવી અને એ બધા જ રૂપિયા અને વસ્તુઓ સહી-સલામત તેમના પરિવારના લોકોને જણાવતાની સાથે જ તેમને સોંપવામાં આવ્યા હતા.
ત્યારે કહીયે તો આ બંને ભાઈઓએ ઈમાનદારી દાખવીને એ પરિવારને ખુશ કરી દીધા. એટલું જ નહીં પરંતુ બે યુવકના પરિવારજનોને એ વસ્તુ મળતાની સાથે જ તેમણે આ બંને લોકોને તેમની ઈમાનદારી દાખવી તે માટે ખુબ જ વખાણ કર્યા. આ બંને કર્મચારીઓના સૌ કોઈ લોકોએ વખાણ કર્યાની સાથે ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેથી એ આખો પરિવાર ખૂબ જ ખુશ થઇ ગયો હતો અને એ પરિવારને એ જરૂરી ડોક્યુમેન્ટ અને પૈસા મળતાની સાથે બંને કર્મચારીઓનો આભાર પણ માન્યો હતો. કહીએ તો હજુ પણ એવા ઈમાનદારી દાખવનાર વ્યક્તિઓ પડ્યા છે.જે આવા ઈમાનદારીના કામો કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment