રાજસ્થાનમાં ધોળે દિવસે SBI બેન્કમાં લુંટેરાઓ ઘુસિયા, માત્ર 45 સેકન્ડમાં 5 લાખથી પણ વધારે રૂપિયાની કરી લુંટ…જુઓ વિડિયો…

78

આજકાલ ચોરીની અને લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લુટેરાઓ અને ચોર ધોળા દિવસે લોકોની કિંમતી વસ્તુઓ અને પૈસાની ચોરી કરે છે. ત્યારે રાજસ્થાની એક બેંક લૂંટની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા સમદડીના ખંડપ ગામમાં આવેલી SBI બેંકમાં સોમવારના રોજ ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ત્રણે લુટેરાઓએ 8 જણાને બંધક બનાવીને બેન્કમાંથી 5 લાખ 23 હજાર રૂપિયાની લૂંટ કરી હતી અને ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર SBI બેન્કમાં ગ્રાહકોની ભીડ હોવા છતાં પણ લુટેરાઓ ધોળા દિવસે બેન્ક ની અંદર લૂંટ કરવા ઘૂસી ગયા હતા.

લૂંટની આ ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર 3 લુટેરાઓ બપોરના 3 વાગ્યાની આસપાસ SBI બેન્કમાં લૂંટના ઇરાદે ખુશીયા હતા.

મળતી માહિતી અનુસાર લુટેરાઓએ પોતાની બાઇક બહાર પાર્ક કરી હતી અને બેન્ક ની અંદર ઘૂસી ગયા હતા અને 3 લુટેરાઓ દ્વારા બેન્ક ની અંદર 8 લોકોને લાઈનમાં ઉભા રાખી ને બંધક બનાવી દેવામાં આવ્યા હતા.

સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે એક લુટેરો સીધો કેશિયર કેબીનમાં ઘુસીને અંદર રહેલા રોકડા પોતાના બાગમાં ફરવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર માત્ર 45 સેકન્ડમાં 3 લુટેરાઓએ બેંક માંથી 5 લાખ અને 23 હજાર રૂપિયાની ચોરી કરી હતી.

અને ત્યારબાદ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!