ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં આખલાને અડફેટેમાં આવતા એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટના કચ્છમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો મૂળ કચ્છના સામખિયાળીના અને હાલમાં મુંબઈના મલાડામાં રહેતા 47 વર્ષીય જીજ્ઞાબેન વિનોદભાઈ ગડા ચતુર્માસના ધાર્મિક પ્રસંગે પોતાના વતનમાં આવ્યા હતા.
ગઈકાલે બપોરે તેઓ જેને દેરાસર પાસે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. ત્યારે અહીં આખલાઓ બાંધી પડ્યા હતા. આ દરમિયાન આખલાઓ જીજ્ઞાબેનને અડફેટેમાં લે છે. જેના કારણે જીજ્ઞાબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
સમગ્ર ઘટના બની આબાદ જીજ્ઞાબેન ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ અને ત્યાંથી વધુ સારવાર આપવા માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, અહીં અમદાવાદમાં સારવાર મળે તે પહેલાં તો મોડી રાત્રે જીજ્ઞાબેનને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જીજ્ઞાબેનનુ મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. જીજ્ઞાબેનના મૃત્યુના કારણે એક દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના સમગ્ર જૈન સમાજ અને સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment