રાજ્યમાં દિવસેને દિવસે રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ રખડતા આખલાઓના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ગોંડલ શહેરમાં રખડતા આખલાના કારણે એક વૃદ્ધ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રખડતા આખલાએ એક વૃદ્ધ વ્યક્તિને હવામાં ઉછાળીને નીચે પછાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ગોંડલના દરબારગઢ ખાતે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્રણ સપ્ટેમ્બરના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર આખલાએ વૃદ્ધ વ્યક્તિને અડફેટેમાં લીધા હતા. ત્યારબાદ વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી મગજમાં તમે જોઈ શકો છો કે, વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘર પાસેથી પસાર થઈ રહેલા આખલા પર લાકડી વડે પ્રહાર કરે છે.
ત્યારબાદ આખલાએ વૃદ્ધ વ્યક્તિને ફૂટબોલની જેમ હવામાં ફંગોળી દીધા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં આવેલા મહા લક્ષ્મીનગર શેરી નંબર એકમાં બની હતી. અહીં રહેતા આશિષભાઈ નામના વ્યક્તિના દાદા ગોપાલભાઈને આખલાએ અડફેટેમાં લીધા હતા.
ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ગોંડલમાં રખડતા આખલાએ વૃદ્ધ વ્યક્તિને ફૂટબોલની જેમ હવામાં ફંગોળી દીધા, વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ pic.twitter.com/EE6BhFVyoj
— GUJJU ROCKZ (@gujju_rockz) September 8, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શેરીમાં જતા આખલા ઉપર રોજ વ્યક્તિ દોડીને કેવી રીતે લાકડી વડે પ્રહાર કરે છે. ત્યારબાદ આખલો રોજ વ્યક્તિને હવામાં ફંગોળી દે છે. જેના કારણે વૃદ્ધ વ્યક્તિ જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment