રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ અને પુલ તૂટી જતાં, એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઇવે સહિત 200 રસ્તા બંધ…

79

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં તો છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકામાં 21 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના વિસાવદરમાં 19 ઈંચ વરસાદ વરસ્યો છે, કાલાવડમાં 16 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘરમાં નદીનું પાણી ઘુસી ગયું છે.

સતત બે દિવસથી રેસ્ક્યુ ટીમ અને રાજ્યની પોલીસ લોકોના રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજ્યમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઇવે સહિત 200 રસ્તાઓ બંધ થઈ ગયા છે.

આ ઉપરાંત અંદાજે લગભગ 55 જેટલા એસટી બસના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ 121 ટ્રીપો રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ તો વિસાવદર, કાલાવાડ, લોધિકામાં 21 થી 16 સુધીનો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત જુનાગઢ, જૂનાગઢ શહેર, ધરમપુર, ગોંડલ, ધોરાજી, પડધરી, મેંદરડા, રાણાવાવ અને કપરાડામાં 10 થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો કુલ 69.24 ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!