Rivaba Jadeja: આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોયા છે જે જોઈને લોકો વિડીયોના વખાણ કરતા થાકતા નથી. જ્યારે IPL 2023 ફાઇનલ વિશે વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણને વિનિંગ મોમેન્ટ જ ખૂબ જ યાદ આવશે. અત્યાર સુધીમાં બેસ્ટ ફાઈનલ કહી શકાય તેવી ફાઈનલ આ સીઝનમાં રમાઈ હતી, કારણ કે મેચનો નિર્ણય અંતિમ બોલ પર ગયો હતો.
લાસ્ટ બોલમાં ફક્ત ચાર રનની જરૂર હતી, એવામાં જાડેજાએ ફોર લગાવીને CSK ને મેચ જીતાડી દીધી હતી. રવિન્દ્ર જાડેજા જી.ટીના હાથમાંથી મેચ ખેંચી લીધી હોય તેઓ કારનામો કરી બતાવ્યો હતો. છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી, એવામાં જાડેજા એ પાંચમા બોલ પર સિક્સ લગાવી અને છેલ્લા બોલ પર ફોર લગાવીને મેચ જીતાડી પાંચમી વખત ipl માં ચેમ્પિયન બનાવ્યું હતું.
જે બાદ જાડેજા ધોનીને ગળે મળ્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમ તો ફાઇનલ મેચમાં અનેક એવા યાદગાર મોમેન્ટ બન્યા હતા, જેણે સોશિયલ મીડિયા પર પોતાનું દમ બતાવ્યું છે. ધોની જાડેજા ને મળીને રડવા લાગ્યા હતા, જયારે રવિન્દ્ર જાડેજાએ તેઓની પત્ની રીવાબા સાથે મળીને પોતાના જીતનુ જશ્ન પણ મનાવ્યું હતું.
જેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, પણ આજે અમે તમને જે વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખરેખર અદભુત છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજા નજીક જેવા જાય છે, તેવા તરત જ તેમના ચરણને સ્પર્શ કરે છે.
युगों युगों से चलती आ रही क्षात्र परंपरा. pic.twitter.com/euprzckskS
— Parikshit Singh Pratihar (@Pratihar_07) May 30, 2023
તમને ખબર હશે કે પહેલાના જમાનામાં ક્ષત્રિય રાજા મહારાજાઓના કાળથી આવી પરંપરા ચાલતી આવી છે. એવામાં રીવાબા જાડેજાએ આવી પરંપારાને જાળવી રાખતા તેઓના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment