ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. દિલ્હીના ઘણા દિગ્ગજ નેતાઓના ગુજરાતના આટા ફેરા વધી ગયા છે. ત્યારે રાજ્યમાં બહુમતી સમાજ સંમેલનો, સન્માન સમારો જેવા બેનરો નીચે કાર્યક્રમો કરી રાજકીય પક્ષો પાસે ઘણી અપેક્ષાઓ સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ત્યારે આજરોજ બોટાદ જિલ્લામાં કોળી સમાજનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં કોળી સમાજના આગેવાનો ઉપરાંત ભારતી બાપુ આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ હાજરી આપી હતી. આ સંમેલનમાં ઋષિ ભારતીબાપુએ નિવેદન આપતા જણાવ્યું કે, કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી હોવો જોઈએ.
કારણ કે કોળી સમાજ રાજ્યનો સૌથી મોટો સમાજ છે અને વિધાનસભાની અડધી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. ઋષિ બાપુએ નિવેદન આપતા જણાવ્યું કે, રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે. તેથી હવે સમાજને સંગઠિત થઈને તાકાત બનાવવાનો સમય આવ્યો છે.
ઋષિ ભારતીબાપુએ નિવેદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સમસ્ત કોળી ઠાકર સમાજ 40 ટકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. અઢી કરોડની વસ્તી છે. દોઢ કરોડનું વોટીંગ છે અને 80 લાખ ઘર છે. ઋષિ ભારતીબાપુએ કહ્યું કે, સમાજની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખીને લગભગ 72 સીટની દાવેદારી કોળી સમાજ, ઠાકર સમાજ ધરાવી રહ્યો છે.
સમાજ ખાતે અન્યાય થતો હોય ત્યારે આગેવાનો મને વિનંતી કરે કે બાપુ અમારી પીળા છે તો અમને ન્યાય મળવો જોઈએ. કોળી સમાજની વસ્તી વિશે વાત કરીએ તો, ભાવનગરમાં 18%, સુરેન્દ્રનગરમાં 15%, જૂનાગઢમાં 11%, અમરેલીમાં 12%, પોરબંદરમાં 11%, નવસારીમાં 10%, વલસાડમાં 8% અને ભરૂચમાં 7% વસ્તી છે.
આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરી તમામ રાજકીય પક્ષોએ ચાલુ કરી દીધી છે. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment