વડોદરાના ડભોઈની એક યુવતી પર રિક્ષાચાલકોએ મળીને ન કરવાનું કર્યું, ગર્ભવતી બનતા યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું…

વડોદરામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ગામની યુવતી ઉપર ત્રણ માસ પહેલા કેટલાક રિક્ષાચાલકોએ યુવતી સાથે ન કરવાનું કર્યું હતું. જેના પગલે યુવતી ગર્ભવતી બની ગઈ હતી. ગર્ભવતી બનતા જ યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ત્રણ મહિના પહેલા બે રિક્ષાચાલકનો ભોગ બનેલી યુવતીએ મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને ડભોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાની 19 વર્ષની યુવતી મુંબઈમાં એક પરિવારમાં રહેતી હતી અને ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ત્રણ મહિના પહેલા તે વડોદરા ડભોઇ પોતાના ઘરે આવી હતી. આ દરમિયાન યુવતીને ઓટોરિક્ષામાં લિફ્ટ આપવાના બહાને ઓટોરિક્ષા ચાલક તેને ડભોઇ તાલુકાના લીંગસ્થળી ગામની સીમમાં લઇ ગયો હતો.

જ્યાં રિક્ષાચાલકે યુવતી પર ન કરવાનું કર્યું હતું. સમાજમાં આબરૂ જાય તે માટે દીકરીએ ફરિયાદ નોંધાવી ન હતી. દીકરી ઘરનું કામ પતાવીને મુંબઇ જતી રહી હતી. ત્યાં દીકરી ની તબિયત લથડી ગઇ હતી તેથી પરિવારજનો તેને સ્થાનિક હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં ડૉક્ટરે યુવતી ગર્ભવતી છે એવું જણાવ્યું હતું. ડોક્ટરે કહ્યું હતું કે યુવતીના પેટમાં ત્રણ માસનો ગર્ભ છે.

ત્યાર બાદ યુવતી આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. પરિવારે સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ ઘટના ડભોઈ પોલીસ મથકની હદમાં બન્યો હોવાના કારણે ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી.

ફરિયાદ દાખલ થયા બાદ યુવતી ડભોઇ વતન આવી ગઈ હતી. પોલીસ હજુ તો તપાસ શરૂ કરે તે પહેલાં તો યુવતીએ ડભોઈ તાલુકાના કુરાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*