ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નિવૃત્ત ASIની દીકરીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને 15 વર્ષના લગ્ન જીવનનો અંત લાવી દીધો છે. આ અંગે પૂછતાં રડતા રડતા છ વર્ષના દીકરાએ પોતાની નાનીને કહ્યું કે, પપ્પાએ મમ્મીને વાળ પકડીને મારી હતી.
જેના પગલે મૃત્યુ પામેલી મહિલાની માતાએ ઓડીશા ખાતે સીઆરપીએફ માં ફરજ બજાવતા પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા પેથાપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરની સાબરમતી ડી કેબીન પુરષોત્તમ પાર્ક સોસાયટીમાં રહેતા 60 વર્ષના ઇન્દુબા ચાવડાના પતિ અમરસિંહ ઉદેસિંહ ચાવડા પોલીસ ખાતામાંથી એસઆઈ તરીકે વય નિવૃત્ત થયા છે.
તેમના ચાર સંતાનો પૈકી 29 વર્ષની દીકરી વનીતાબાના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકાના વલસણા ગામના વતની અને હાલમાં પેથાપુર સિદ્ધેશ્વરી હાઈટ નંબર સી 304 માં રહેતા અને સીઆરએફ જવાના તરીકે ફરજ બજાવતા શૂરવીરસિંહ ગેમરસિંહ રાઠોડ સાથે થયા હતા.
લગ્ન થયા ત્યારે અંદાજે 30 તોલા સોનુ તથા અન્ય કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનોમાં બે દીકરા છે. જેમાંથી એકનું નામ લેખરાજસિંહ અને બીજા દીકરાનું નામ વર્ધમાનસિંહ છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ગત પાંચ તારીખના રોજ સાંજના સમયે વનિતાબાએ પોતાની માતાને ફોન કરીને કહ્યું હતું કે અહીંથી લઈ જવા તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.
દીકરીની આ વાત સાંભળીને માતા ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી ત્યાર પછી માતાએ દીકરીને સામે ફોન કર્યા હતા. પરંતુ તેમની દીકરી અથવા તો તેમનો જમાઈ ફોન ઉપાડતા ન હતા. ત્યાર પછી વનિતાબા ના કુટુંબીઓ પેથાપુર જવા માટે રવાના થઈ ગયા હતા. ત્યારે રસ્તામાં જમાઈનો ફોન આવ્યો અને તેમને જણાવ્યું કે વનિતાએ સુસાઇડ કરી લીધું છે. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
વનિતાના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારે વનિતા માતાએ પોતાના પોતાના છ વર્ષના પૌત્રને લેખરાજસિંહને પૂછ્યું ત્યારે તેને રડતા રડતા જણાવ્યું હતું કે, આજે પપ્પાએ મમ્મીના વાળ પકડીને માર માર્યો હતો. ત્યાર પછી વનિતાની માતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment