પેટા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી અને અમિત ચાવડા તેમજ કોંગ્રેસના અને ભાજપના અગ્રણીઓ આમને-સામને આવી ગયા હતા.આ પ્રચાર ભાષણોમાં દારૂબંધી થી લઈને પક્ષ પલતોના મુદ્દે બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પર લલિત વસોયા નો વળતો પ્રહાર કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદની ગરિમા ભૂલી ગયા છે. રિસોર્ટમાં અક્ષય પટેલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી પણ હતા.
કોંગ્રેસના નેતા દારૂડિયા હોય તો કોંગ્રેસના નેતાઓને શા માટે ભાજપમાં લઈ ગયા? આવા આક્ષેપો કરવા એ મુખ્ય મંત્રીના પદ ને શોભતા નથી. જાહેરસભામાં મુખ્યમંત્રી રૂપાણીએ પ્રજાને ઘણા વાયદા કર્યા છે. કચ્છનો સવાયો વિકાસ થશે મારી જવાબદારી છે અને તમે મતદાન કરો, પછીના દિવસોમાં અમે કામ કરીશું.
પ્રદ્યુમનસિંહ જાડેજા એ ક્યારે રાજકારણ નથી કર્યો. પ્રદ્યુમનસિંહ હંમેશા પ્રજાના પ્રશ્નો લઇ અમારી પાસે આવતા રહ્યા છે. ભાજપ સરકાર ગરીબો માટે કામ કરે છે.
મુશ્કેલીના સમયે કોંગ્રેસના નેતા રિસોર્ટ માં જલસા કરતા હતા. દરિયાનું ખારું પાણી મીઠું કરવા કચ્છમાં પ્રોજેક્ટ બનશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment