સુરતમાં પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આરોપી ફેનીલ ગોયાણીએ જાહેરમાં દીકરી ગ્રીષ્માનો જીવ લઇ લીધો હતો. આરોપી ફેનીલે એક તરફી પ્રેમમાં પાગલ બનીને દીકરીનો જીવ લીધો હતો. ત્યારે ગઈકાલે કોર્ટે બચાવ પક્ષ અને સરકારી પક્ષ આ ઉપરાંત દીકરી ગ્રીષ્માના પરિવારજનોની હાજરીમાં આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી હતી.
આ ઉપરાંત દીકરીના માતા-પિતા એ રડતા રડતા કહ્યું હતું કે, ફેનીલ ને ફાંસીની સજા થવી જોઈએ તે તેના પિતાને મંજુર છે. જ્યારે ગઈકાલે આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ડર દેખાતો નહોતો અને તે હસતા હસતા કોર્ટમાં આવ્યો હતો.
અને ગઈકાલે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આજરોજ દીકરી ગ્રીષ્માના ઘરે ધૂન અને કીર્તનનું આયોજન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત સરકારી વકીલ નયન સુખડવાલા અને સ્થાનિક ધારાસભ્ય અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીની હાજરીમાં દીકરી ગ્રીષ્માની નાની બહેને “તેરી લાડકી મે” ગીત ગાયું હતું. આ ગીત ગાતા જ ગ્રીષ્માની નાની બહેન, ગ્રીષ્માના પિતા અને તેના બહાર સહિત અન્ય પરિવારના લોકો રડી પડ્યા હતા. આ દરમ્યાન ચારે બાજુ ભાવુક વાતાવરણ થઇ ગયું હતું.
આ વાતાવરણમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભાવુક થઇ ગયા હતા. ભાવુક થઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ દીકરી ગ્રીષ્માની નાની બહેનને પોતાના હાથે પાણી પીવડાવ્યું હતું અને દીકરીને છાની રાખવાની કોશિશ કરી હતી. આ ગીત સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
દીકરીના માતા-પિતા અને બહેનને જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. દીકરીના પણ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા. તેમને પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પાણી પાયું છાના રાખવાની કોશિશ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment