મિત્રો હાલમાં ગુજરાતમાં ચારેય બાજુ લોક સાહિત્યકાર દેવાયત ખવડની ચર્ચાઓ ચાલી રહી છે. દેવાયત ખવડને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અવારનવાર વાતો થઈ રહી છે. થોડાક દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહરાણા નામના વ્યક્તિ ઉપર જીવ લઈને પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે દેવાયત ખવડ સામે અમુક કલમો હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે પોલીસ દેવાયત ખવડને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે દેવાયત ખવડના ઘરે તાળું હતું અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
ત્યારબાદ પોલીસ દેવાયત ખવડ ને પકડવા માટે તેના મૂળ વતન દુધઈ ગામ પહોંચી હતી. દુધઈ ગામ પહોંચીને પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત ખવડના અન્ય બે સાથીદારો પણ હજુ પોલીસની પકડમાં આવ્યા નથી. પોલીસ જ્યારે દેવાયત ખવડ ખવડને પકડવા તેના ગામ પહોંચી ત્યારે તે ત્યાં પણ ન હતો.
ઘટનાનો ઘણો સમય થઈ ગયો છતાં પણ દેવાયત ખવડ હાથમાં આવ્યો નથી. મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયા પર દેવાયત ખવડનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેજ પર બેસીને દેવાયત ખવડ બોલી રહ્યો છે કે, FIRનો ઢગલો થઈ જાય તો પણ મૂંઝાવાનું ન હોય, આજે તે જ દેવાયત ખવડ એક FIR નોંધાતા રફુ ચક્કર થઈ ગયો છે.
આ એ જ દેવાયત ખવડ છે જે ડાયરાઓમાં કહેતો હોય છે કે “માયકાંગલીનાઓને બાંધવા જ ન જવાય” આજે તે જ દેવાયત ખવડ અને રેલવે આવી ગયો છે અને બાધી બાંધીને સંતાઈ ગયો છે. મિત્રો દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મયુરસિંહ રાણાની માતાએ જણાવ્યું કે, લગભગ એક વર્ષ પહેલા દેવાયત ખવડ અને મયુરસિંહ વચ્ચે પાર્કિંગની બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી.
ત્યારબાદ અમે સમાધાન કરવાની પણ વાત કરી હતી પરંતુ દેવાયત ખવડને સમાધાન કરવું ન હતું. અને આજે દેવાયત ખવડ પાછળથી ઘા કરી રહ્યો છે. મિત્રો તમે જ કહો કે આવા કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં..? દેવાયત ખવડ ની સજા થવી જોઈએ કે નહીં તમે જ કોમેન્ટ બોક્ષમાં જવાબ આપો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment