ટ્રાફિકના નિયમ માં આવેલા ફેરફારો અનુસાર હવે ટ્રાફિકના નિયમ તોડવા પર ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ નહીં થાય પણ ડ્રાઇવર ને દંડ કરવામાં આવશે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય ટ્રાફિક ના નિયમો માં ફેરફાર કરવા જઈ રહી છે.
આ ફેરફારની સાથે વાહન ચાલકોને મોટી રાહત મળી છે.હવે તમે ટ્રાફિક નિયમ ને તોડો છો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થશે નહીં એટલે કે પોલીસ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરી શકશે નહીં.
અત્યાર સુધી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ નિયમ તોડવા માટે દંડ ના સિવાય ડ્રાઇવિંગ લાઇસન્સ ને 3 મહિના માટે ઈનબોઈન્ડ કરવાનો પણ નિયમ છે. આનો અર્થ એ છે કે જો તમે ટ્રાફિક ના નિયમો તોડો છો.
તો ટ્રાફિક પોલીસ તમારું લાયસન્સ જપ્ત કરીને સંબંધિત કાર્યાલયમાં જમા કરાવી દેતી હતી. ત્રણ મહિના બાદ તમને લાયસન્સ પરત આપવામાં આવતુ હતુ.
ત્રણ મહિના સુધી લાયસન્સ જપ્ત થવાના કારણે સૌથી વધુ તકલીફ તે ડ્રાઈવર ને રહેતી હતી જેઓ કોઈ અન્ય સ્ટેટ માં જઈને આવન-જાવન સમયે ટ્રાફિક ના રૂલ તોડતા હતા.
આ કેસમાં પોલીસ દંડની સાથે સાથે ડ્રાઇવર નું લાયસન્સ તે રાજ્ય કે પછી તે શહેરમાં ઈનબોઈન્ડ કરી લેતી હતી.આ પછી ડ્રાઈવરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
સાથે ત્રણ મહિના બાદ તે શહેરમાં લાયસન્સ લેવા ફરીથી જવું પડતું હતું. હવે આ પ્રકારના ડ્રાઈવરને નવા નિયમથી રાહત મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment