સગા ભાઇ-બહેનને કાળ ભરખી ગયો..! મોરબી દુર્ઘટનામાં એક સાથે સગા ભાઈ અને બહેનનું મોત… ભગવાન બંનેની આત્માને શાંતિ આપજે..!

ગત રવિવારના રોજ મોરબીમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ ખૂબ જ મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. રવિવારના રોજ સાંજે હળવું અંધારું પથરાઈ રહ્યું હતું. ત્યારે માત્ર 10 સેકન્ડમાં મોરબીમાં આવેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પર હાજર સેકડો લોકો એક સાથે મચ્છુ નદીમાં પડ્યા હતા.

આ ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક હસતા ખેલતા પરિવાર માત્ર સેકન્ડોમાં જ વિખરાઈ ગયા છે. ત્યારે આજે આપણે આ ઘટનાનો ભોગ બનેલા સગા ભાઈ બેન વિશે વાત કરવાના છીએ. સગા ભાઇ બહેનનું આ ઘટનામાં મૃત્યુ થતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યો હતો, ત્યારે મચ્છુ નદીમાં અનેક જિંદગીઓ આથમી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બે કડાકા થયા હતા અને અચાનક જ જુલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોયલી ગામના સગા ભાઇ બહેને પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઘટના બનતા જ સમગ્ર કોયલી ગામમાં માતમ છવાઈ ગયો હતો. કોયલી ગામમાં રહેતા ભૂમિકાબેન રાધનભાઈ સોઢીયા તેમના નાનાભાઈ ભૌતિક સાથે અને અન્ય બહેનપણીઓ સાથે મોરબીમાં આવેલા ઝૂલતા પુલ ઉપર ફરવા માટે આવ્યા હતા. ત્યારે અચાનક જ સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો ફૂલ તૂટી પડ્યો હતો.

તેમને ક્યાં ખબર હશે કે આ પુલ તેમની કબર બની જશે. ફૂલ તૂટી પડતા જ ભૂમિકાબેન અને તેના નાના ભાઈ ભૌતિકનું આ ઘટનામાં મૃત્યુ થયું હતું. એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. આવી જ રીતે આ ઘટનામાં અનેક રસ્તા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.

બેસતા વર્ષના દિવસે મોરબીમાં આવેલો ઝુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગત રવિવારના રોજ અહીં ઝૂલતા પુર ઉપર મોટી સંખ્યામાં લોકો ફરવા આવ્યા હતા. પુલની કેપીસીટી કરતાં પણ વધારે લોકો પુલ ઉપર હતા. જેના કારણે અચાનક જ તૂટી પડ્યો હતો અને સેકડો લોકોએ આ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*