ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાવાયરસ ના કેસ ને લઈને આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નું મહત્વ નું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ રાજ્યમાં લોકડાઉન અંગે અને વધી રહેલા કેસ અંગે પણ વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એકવાર ફરીથી ગુજરાત રાજ્યમાં લોકડાઉન અંગે ની અફવાઓને ખંડિત નિવેદન આપ્યું છે અને તેઓ સાથે જ કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ચૂંટણી ના લીધે કેસો નથી વધ્યા.
અમદાવાદ તથા સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં કોઈ પ્રકારનું લોકડાઉન થવાનું નથી.
અને દિવસ દરમિયાન કોઈપણ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે નહીં. બે દિવસ અગાઉ પણ મુખ્યમંત્રી એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હાલમાં લોકડાઉન કરવાની કોઈ વાત જ નથી અને સરકારે આઠ મહાનગરપાલિકાઓમાં શાળા.
તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે દસ તારીખ સુધી શાળા તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.
રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તથા સારવાર ના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન વિશે 4 ઓરિસ્સા સચિવોને તાકીદના ધોરણે શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ તથા નાણાં સચિવ મિલિન્દ તોરવણેએ વડોદરા તથા ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા ને રાજકોટ જવાબદારી સોંપી દેવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment