કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરી દેવાય છે. અને રાજ્યમાં ધોરણ 10ના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. પરંતુ ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નો કોઈ લાભ મળ્યો નથી.
જેને લઇને વિદ્યાર્થીઓના વાલી મંડળ દ્વારા આ અંગે રજૂઆત કરાઇ છે. વાલીઓનું કહેવું છે કે રીપીટર વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થવું જોઈએ. અને ગુજરાતની કોંગ્રેસ પાર્ટી પણ લાંબા સમયથી આ વાત પર અડીખમ છે.
પરંતુ આ મુદ્દે આજરોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કરી દીધું કે અમે સમજીને જ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષાનું આયોજન કર્યું છે, અને પરીક્ષા તો લેવાશે જ.
ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે કોરોના ની બીજી લહેર ઘટી રહી છે અને રાજ્યમાં દિવસેને દિવસે કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલમાં રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 100 કરતાં પણ નીચે આવી ગયો છે. ઉપરાંત શિક્ષણ વિભાગે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષા લેવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત કોરોના ની બીજી લહેર માં સ્કૂલ તથા કોલેજના ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓને પરીક્ષા મોફુક રાખવામાં આવી હતી.
પરંતુ હવે રાજ્યમાં કોરોના ના કેસ કરતા શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સીટીઓ ને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવાનો આદેશ આપ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment