ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ એ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તો અમુક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.
આમ ચૂંટણીની તારીખ જાહેર થતાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચૂંટણીને લઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યો છે અને તેઓ ગુરૂવારના રોજ પહોંચ્યા હતા.
અને ત્યાં તેઓએ ભુજમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું.ભુજમાં ભાજપના કાર્યકર્તાઓ ને સંબોધતા સમયે સીઆર પાટીલે રાજ્યમંત્રી વાસણ આહિર ને ભાજપના કાર્યકર્તાઓ પર વિશ્વાસ રાખવાનું જણાવ્યું અને કહ્યું કે.
વાસણભાઇ તમે ભાજપના કાર્યકરો પર વિશ્વાસ રાખો આપણે ચૂંટણી જીતી જઈશું અને મહત્વની વાત એ છે કે વાસણ ભાઈ થોડાક સમય પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ને ભાજપમાં આવકાર્યા હતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં.
સીઆર પાટીલે જણાવ્યું કે,ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને પાર્ટી એ ફોર્મ તૈયાર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકરતા ટિકિટ માટે તેને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા લોકોના એકાઉન્ટ ખોલ્યા તે વિગત સાથે જોડવાની છે.
આ ઉપરાંત બે લાખ રૂપિયાના કેટલા વિમાન ઉતાર્યા તેની પણ યાદી જોડવાની છે અને અલગ-અલગ યોજનાઓનો લાભ કેટલા લોકોને આવ્યો તેની પણ માહિતી જોડવાની છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ થોડી છે કે જે પૈસા આપે તેને ટિકિટ આપવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment