પ્રેમસંબંધ બાંધવાની ના પાડતા યુવકે કિન્નરનો જીવ લઈ લીધો…કિન્નરના મૃતદેહની એવી હાલત કરી નાખી કે, પોલીસ પણ જોતી રહી ગઈ…

મિત્રો દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે ભાગમાં એક મૃતદેહ મળી આવ્યું છે. આ સમગ્ર ઘટનાના આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપી નુર મોહમ્મદે જણાવ્યું કે, તેને પ્રેમ સંબંધ બનાવવા માટે કિન્નર ઝોયાને ઘરે બોલાવ્યો હતો.

ત્યારે ઝોયાએ પ્રેમ સંબંધ બનાવવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને લઈને બંને વચ્ચે ભારે ઝઘડો થઈ ગયો હતો. છગડો આટલો વધી ગયો કે આરોપી નુર મોહમ્મદે ઝોયાનો ગળું દબાવીને જીવ લઈ લીધો. ત્યારબાદ આરોપીએ તેના મૃતદેહના બે ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ એક ભાગ આરોપીએ પોતાની ઘરની પેટીની અંદર મૂકી દીધો અને બીજો ભાગ બહાર ફેંકી દીધો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, રવિવારના રોજ કિન્નર ઝોયા ગુમ હતો. તેના પરિવારના લોકોએ તેની લાપતા થયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. માહિતી અનુસાર ત્યારબાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી હતી.

ત્યારે મંગળવારના રોજ સવારે પોલીસને શહીદ પેટ્રોલ પંપ નજીક એક મૃતદેહ પડ્યું છે તેવી જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની ઘટના સ્થળેથી કમરની નીચેના ભાગનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ નો ઉપરનો ભાગ ગાયબ હતો. આ ઘટના બનતા જે ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

ઝોયા નો મૃતદેહ પોલીસને મળી આવ્યો છે આ વાતની જાણ આરોપીને થતા તે ખૂબ જ ડરી ગયો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે મૃત્યુ પામેલા ઝોયાના કોલ ડિટેલ્સ અને છેલ્લો લોકેશન કાઢ્યું ત્યારે ખબર પડી કે છેલ્લો લોકેશન નુર મોહમ્મદના ઘરની આસપાસ મળ્યું હતું.

પોલીસને જાણકારી મળી કે નુર મોહમ્મદ પોતાની રીક્ષાથી ઝોયાને લેવા મૂકવાનું કામ કરતો હતો. તેને છેલ્લે ઝોયા સાથે વાતચીત કરી હતી. જ્યારે પોલીસ નુર મોહમ્મદના ઘરે પહોંચી ત્યારે તે ત્યાં ન હતો. ત્યારબાદ પોલીસે તેને તેના સંબંધીના ઘરેથી પકડ્યો હતો.

પોલીસને એક સીસીટીવી ફૂટેજમાં ઝોયા નુર મોહમ્મદના ઘર તરફ જતી દેખાઈ હતી. ત્યારબાદ પોલીસે નુર મોહમ્મદની કડક પૂછપરછ કરી ત્યારે તેની પોતાનો ગુનો કબૂલ્યો હતો. ત્યારબાદ પોલીસે જ્યારે આરોપી નુર મોહમ્મદના ઘરની તપાસ કરી ત્યારે એક પેટી માંથી ઝોયાના મૃતદેહ નો ઉપરનો ભાગ મળી આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*