માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : 9 વર્ષનો બાળક રમતા-રમતા LED બલ્બ ગળી ગયો… પછી તો કંઈક એવું બન્યું કે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં જ મધ્યપ્રદેશમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નાનું બાળક બલ્બ ગળી ગયું છે. બાળકોના ઉછેરમાં માતા-પિતા વાલીએ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે. બાળકને જ્યારે દાંત આવતા હોય ત્યારે બાળકો જે વસ્તુ હાથમાં આવે તે મોઢામાં નાખતા હોય છે. ત્યારબાદનું પરિણામ અમુક વખતે વધારે ગંભીર સમસ્યા ઉપજાવે છે, આવો જ એક ચોખાવનારો કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સમક્ષ આવ્યો છે.

X-Ray કરાવ્યો ત્યારે જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું.

મધ્યપ્રદેશના રતલામનું માત્ર નવ મહિનાનું બાળક રમકડા નો મોબાઇલ રમતા રમતા LED બલ્બ ગળી ગયું. જેના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફો વધતા તેણે સ્થાનિક ડોક્ટરો પાસે લઈ જવાયો હતો. અચાનક શ્વાસોશ્વાસ વધવાથી એક્સ રે કરાવ્યો ત્યારે તેમાં જમણા ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાય આવ્યું હતું. જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢી શકાયું હતું,

જેથી રતલામના તબીબોએ આ બાળકને બાળ રોગ સર્જરીના નિષ્ણાંત તબીબ પાસે લઈ જવા કહ્યું હતું. આ બાળકના માતા-પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદ રહે છે, તેમને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓએ સત્વરે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું હતું. બાળકના માતા પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.

બળકે રમકડાના મોબાઈલથી રમતા રમતા LED બલ્બ તોડી ને ગળી ગયો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનું ફરી વખત એક્સરે કર્યું ત્યારે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું. આ ફોરેન બોડી ના સચોટ નિદાન માટે બાળકની બ્રોન્કોસ્કોપી એટલે કે દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી હતી. શ્વાસનળી ની અંદર ફોરેન બોડી દેખાય પરંતુ એને પકડી શકાય તેમ હતું નહીં. ખૂબ જ સોજો અને વધારે પડતા રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો.

ચાર દિવસ પછી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને બીજા પ્રયત્નોમાં સફળતા મળી હતી. બીજા પ્રયત્નોમાં ફોરેન બોડી આકારનો દેખાતો એક બલ્બ નીકળ્યો જે ફોટામાં જોઈ શકાય છે. એક રમકડા નો મોબાઇલ જેમાં એન્ટીના જેવું દેખાય છે, જ્યાં લાઈટ થતી હોય છે. બાળકે રમતા રમતા એ લાઈટનો છેડો તોડી દીધો હશે અને પછી મોઢામાં નાખવાથી બલ્બ એની શ્વાસનળીમાં ઉતરી ગયો.

માતા-પિતા માટે ઈમરજન્સી એલર્ટ: 9 મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ  ગળી ગયું, સિવિલમાં આવ્યો જટિલ કેસ | LED bulb removed from the lungs of a  9-month-old baby from ...

બાળ રોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર કલ્પેશ ની ટીમ દ્વારા સર્જરી કરીને બલ્બ બહાર કાઢવામાં આવ્યો હતો. ડોક્ટર ભાવના અને ડોક્ટર નમ્રતા ની ટીમે એનેસ્થેસિયા આપવામાં ભાગ ભજવ્યો હતો. સર્જરી બાદ આ પરિવાર ખૂબ જ ખુશ થઈને મધ્યપ્રદેશ પાછો ગયો હતો. બાળક હાલ એકદમ સ્વસ્થ છે, ડોક્ટર જોશી એ નાના બાળકોથી ટાંકણી, સોય, સિક્કા જેવા પદાર્થો દૂર રાખવાની સલાહ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*