સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના મળ્યા રેકોર્ડ બ્રેક ભાવ, ખેડૂતો થઈ ગયા ખુશમ-ખુશ

244

સૌરાષ્ટ્ર માં ગોંડલ,મોરબી,રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર મગફળી માટેના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ છે.મગફળીની સિઝનમાં તમામ વ્યાજની બહાર મગફળી વેચવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે જેમાં અત્યારે સૌરાષ્ટ્રની જામનગર હાપા માર્કેટયાર્ડમાં મકવાણા નું વેચાણ ચાલતું હોવાથી અહીં માર્કેટયાર્ડની બહાર વાહનોની વહેલી સવારે લાંબી કતારો જોવા મળી રહી છે. એક જ દિવસમાં 800 થી પણ વધારે વાહનો માર્કેટયાર્ડની બહાર કતારોમાં ઉભા જોવા મળ્યા હતા.

કોરોના મહામારી અને ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. મગફળીના પાકને પૂરતું પાણી મળતા આ વર્ષે ખેડૂતોને મગફળીનો પાક સારો એવો થયો છે અને જેના કારણે જામનગર હાપા માર્કેટ યાર્ડ માં 55 હજાર ગુણી મગફળીની આવક જોવા મળી હતી.માર્કેટ યાર્ડ માં ખેડૂતોને મગફળીના સૌથી વધુ ભાવ 1480 સુધી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડ માં સારા એવા ભાવ મળી રહ્યા છે.સવારે છ વાગ્યાથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. માર્કેટયાર્ડમાં હવે જગ્યા ખાલી ન રહેતા આવક બંધ કરવામાં આવી છે.જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સ્વીકારવાના.

એક દિવસ પૂર્વે રવિવારે રાત્રિના બદલે શનિવારે સવારે સવારથી વાહનો આવતા યાદની બહાર ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!