ગુજરાતના જાણીતા સંગીતકાર કિર્તીદાન ગઢવી આજે સમગ્ર વિશ્વમાં લોક ડાયરા ની રમઝટ જમાવી રહ્યા છે તથા તેમના દરેક ગીતો ખૂબ જ લોકપ્રિય બની ગયા છે દેશ વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી રાસ ગરબા ના કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે જેમાં વિશિષ્ટ રીતે કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહેતા હોય છે થોડા સમય પહેલા જ કિર્તીદાન ગઢવીએ કેનિયામાં રહેતા તમામ ગુજરાતવાસીઓને રાસ ગરબાની મોજ કરાવી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ કિર્તીદાન ગઢવી અને તમામ લોકોએ શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. કારણ કે આજના સમયમાં ભારતની સંસ્કૃતિ અને સંસ્કારો તથા પરંપરાગત રાસ ગરબા વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચી ગયા છે જેમાં ગુજરાતી તમામ કલાકારોએ પોતાનો ગ્રીન ફાળો આપ્યો છે.
કિર્તીદાન ગઢવી હવે ટૂંક જ સમયમાં યુકેના પ્રવાસ પર જઈ રહ્યા છે જ્યાં યુકેમાં રહેતા ગુજરાતવાસીએ ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે રાસ ગરબા તથા લોકડાયરાના કાર્યક્રમ આયોજિત કર્યા છે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ ઉપસ્થિત રહેશે અને કિર્તીદાન ગઢવી ગુજરાતી ગીતોની ધૂમ મચાવશે આ કાર્યક્રમ માટે તમામ લોકો ખૂબ જ ઉત્સાહ અને આતુરતા દર્શાવી રહ્યા છે તથા યુકેના અલગ અલગ શહેરોમાં અનેક પોસ્ટર અને સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી તમામ લોકોને આમંત્રણ પાઠવી રહ્યા છે. આજના સમયમાં કિર્તીદાન ગઢવીના ચાહકો માત્ર ગુજરાત અને ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે.
View this post on Instagram
હાલમાં જ કિર્તીદાન ગઢવીએ વૃંદાવનમાં બિરાજમાન પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આપને જણાવી દઈએ કે વૃંદાવનની પાવન ધરતીમાં પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો પધારતા હોય છે આ માહોલ વચ્ચે ગુજરાતના સંગીતકાર કીર્તિદાન ગઢવી પણ પરમ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વૃંદાવન પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રેમાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર ભજન ગાયું હતું અને મહારાજજીએ તેમના ખૂબ જ વખાણ કર્યા હતા.
આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂક્યું છે કિર્તીદાન ગઢવીએ પ્રેમાનંદજી મહારાજના દર્શન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો ઘણા લોકો પ્રેમાનંદજી મહારાજને ભગવાન શ્રીકૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ માને છે અને તેમના ઉપદેશો વિચારો અને વાતો દરેક લોકોના જીવનમાં પ્રેરણા અને માર્ગદર્શન આપતી હોય છે આ કારણથી જ વહેલી સવારથી વૃંદાવનની ગલીઓમાં પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે કિર્તીદાન ગઢવી પ્રેમાનંદજી મહારાજ સાથેની મુલાકાત નો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે.