ખરેખર દિલથી સલામ! આ વ્યક્તિએ મૃત્યુ પામેલા કિશન ભરવાડની 20 દિવસની દીકરીને ભણાવવાની અને મોટી કરવાની તમામ જવાબદારીઓ પોતાના ખભા પર લીધી …

થોડાક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ માં પોસ્ટ મુકવાના વિવાદમાં ધંધુકાના માલધારી સમાજના યુવક કિશન ભરવાડનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. કિશન ભરવાડના મૃત્યુના કારણે પરિવારજનોમાં માલધારી સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. કિશન ભરવાડના મૃત્યુના કારણે 20 દિવસની દીકરીએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે.

થોડા દિવસો પહેલા પરિવારમાં દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. ત્યારે કિશન ભરવાડનું મૃત્યુ થતા પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મૃત્યુ પામેલા કિશન ભરવાડના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

ઉપરાંત પરિવારજનોને કહ્યું હતું કે, આ ઘટના અંગે ઝડપથી ના એની ખાતરી આપું છું. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતાં જ કિશન ભરવાડની 20 દિવસની દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજ્યુકેશનના ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ માલાભાઈ ભરવાડ આગળ આવ્યા છે.

મળતી માહિતી અનુસાર વિજયભાઈ કિશનભરવાડના પરિવારને પોતાનું પરિવાર સમજીને તેમના દુઃખમાં ભાગીદાર બન્યા છે અને દીકરીને ભણાવવાથી લઇને લગ્ન સુધીની તમામ જવાબદારીઓ પોતાના ખંભે ઉઠાવી છે. વિજયભાઈ માત્ર પોતાના સમાજ માટે નહીં પરંતુ તમામ સમાજ અને જ્ઞાતિ જનોની સેવા અર્થે કાર્ય કરે છે.

મળતી માહિતી અનુસાર વિજય ભાઈ ભડીયાદના મૂળ વતની છે. તેઓ ખેતી અને પશુપાલન તેમજ ગોકુલ ડેવલોપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ સમાજની અનેક સેવાકીય સંસ્થાઓ ના ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરે છે.

મૃત્યુ પામેલા કિશન ભરવાડની 20 દિવસની દીકરીની તમામ જવાબદારીઓ ઉઠાવી ને વિજયભાઈ માલાભાઈ ભરવાડ માનવંતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજયભાઈ અને તેમની સમાજ પ્રત્યેની આ લાગણીને એક સલામ જરૂર કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!v

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*