મિત્રો દિવસેને દિવસે આપણા દેશના યુવાનોમાં વિદેશ જઈને ભણવાનો અને ડોલર કમાવવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. પરંતુ અમુક વખત વિદેશ ગયેલા લોકો સાથે કંઈક એવું બને છે કે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એવું જ કંઈક ગુજરાત રાજ્યમાં આવેલા જૂનાગઢના એક યુવક સાથે બન્યો છે. જૂનાગઢનો યુવક પૈસા કમાવાની લાલચમાં વિદેશ ગયો હતો.
પરંતુ મ્યાનમારમાં યુવકે 24 દિવસ નર્ક જેવી જિંદગી વિતાવી હતી. યુવકની દર્દભરી દાસ્તાન સાંભળીને પરિવારના લોકો પણ રડી પડ્યા હતા. પૈસા કમાવાની લાલચમાં યુવક મ્યાનમાર ગયો હતો અને ત્યાં મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવાનો યુવકને ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ જ્યારે યુવકે કહ્યું કે, મારે મારા વતન જવું છે. ત્યારે કંપનીએ તેની પાસેથી 7000 ડોલર માગ્યા હતા.
પછી મૂંઝાયેલા યુવકે આ વાતની જાણ પોતાના પરિવારજનોને કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ જેમ તેમ કરીને પૈસા ભેગા કરીને પોતાના દીકરાને કંપનીના ચંગુલમાંથી છોડાવી લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગુજરાતના જૂનાગઢના બાબરા ગીર ગામના કિશન નામના યુવક સાથે આ ઘટના બની હતી.
કિશનને ઓનલાઇન એપ્લિકેશનની મારફતે નોકરી મળી ગઈ હતી. જેના કારણે પરિવારના સભ્યો રાજી ખુશી થઈ ગયા હતા. ત્યાર પછી પૈસા કમાવા માટે કિશન મ્યાનમાર ગયો હતો. ત્યાં કંપની દ્વારા કિશનને ઇન્વેસ્ટમેન્ટનું કામ આપવામાં આવ્યું હતું. કિશનને કંપની દ્વારા ગ્રાહકો લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
જે દિવસે કંપનીએ આપેલો ટાર્ગેટ પૂરો ન થાય તે દિવસે કિશનની મન ફાવે તેમ ધુલાઈ કરવામાં આવતી અને તેને જમવાનું પણ આપવામાં ન આવતું. મીડિયાની ટીમે જ્યારે કિશન ની સાથે વાતચીત કરી ત્યારે તેને જણાવ્યું કે, તે લોકોએ કહેલું કામ ન થાય તો તે લોકો મારી ધુલાઈ કરતા અને મને ચાર દિવસ સુધી જમવાનું પણ ન આપતા.
હું અહીંયાથી ત્યાં ગયો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, અહીં એક મહિનાનો કંપનીનો 1000 US ડોલર જેટલો પગાર આપવામાં આવશે. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ પણ વાત સાચી ન હતી. ત્યાં ગયો પછી મને પગાર આપવામાં આવ્યો નથી અને મારી સાથે ન કરવાના વર્તનો કરવામાં આવ્યા છે. ત્યારે મેં પાછું જવાનું કહ્યું ત્યારે કંપનીએ મારી પાસેથી 7000 ડોલરની માંગ કરી હતી. પછી મારા પરિવારના સભ્યોએ માંડ માંડ પૈસા ભેગા કરી લે કંપનીને પૈસા ચૂકવ્યા હતા અને મને પાછા ઇન્ડિયા લાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment