આજકાલના આપણા દેશના યુવાનોમાં વિદેશ જઈને ભણવાનો અને ત્યાં જઈને કમાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો પૈસા કમાવાની ઘેલછામાં વિદેશ જતા હોય છે અને પછી ત્યાં એવા ફસાઈ જતા હોય છે કે તેમને મરવાનો પણ વારો આવતો હોય છે.
ત્યારે હાલમાં બનેલો તેવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં 23 વર્ષના મીત પટેલ નામના યુવકે લંડનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મીત પટેલ અભ્યાસ માટે લંડન ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, સુસાઇડ કરતા પહેલા મિત પટેલે એક ઓડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તે દાવો કરી રહ્યો છે કે તે અહીં ફસાઈ ગયો હતો. ઉપરાંત તેને ઓડિયોમાં પોતાના માતા પિતાની માફી માંગી હતી.
તે ઓડિયોમાં કહી રહ્યો છે કે, “મમ્મી-પપ્પા મેં તમારા 15 લાખ બગાડ્યા, મને માફ કરજો”. ઓડિયોમાં મીત કહી રહ્યો છે કે, હું અહીં ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ રસ્તો નથી. મીતના મોતના સમાચાર મળ્યા બાદ પરિવાર પર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.
View this post on Instagram
રીતે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને તે કેવી રીતે ત્યાં ફસાયો તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment