ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી જીતવા કોંગ્રેસ દ્વારા માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. એક વોર્ડમાં એક સાથે 2 ધારાસભ્યોને જવાબદારી સોંપાય છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કમરકસી છે.
ગાંધીનગરમાં 11 વોર્ડ માટે કોંગ્રેસ ના 22 ધારાસભ્યોને જવાબદારી સોંપાય છે. એક વોર્ડ માટે બે ધારાસભ્યોને જવાબદારી નક્કી કરાઇ છે.ગુજરાત રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે.
ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થાય છે. રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી થાય ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી થઈ શકતી હતી.
ગાંધીનગર ચૂંટણી હવે બનાવવામાં આવી રહી છે અને રાજ્ય ચૂંટણીપંચના આ નિર્ણયને કારણે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. સત્તાધીશોની સગવડ મુજબ રાજ્ય ચૂંટણી પણ નિર્ણય કરી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી અને પરિણામ માં ભાજપનો સર્વત્ર ભગવો લહેરાયો છે. સુરતમાં આ વખતે કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવી શકી નથી તો આમ આદમી પાર્ટીના એક સાથે 27 કોર્પોરેટર બન્યા છે.
તો હવે ગાંધીનગર મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment