સૌરાષ્ટ્રના આ દિગ્ગજ પાટીદાર નેતા અને હાલ ભાજપના કાર્યકર્તા ના આક્ષેપનો પલટવાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે…

298

ગઢડા વિધાનસભા બેઠક પર બંને પક્ષો દ્વારા ચૂંટણીપ્રચાર પુરા જોશથી કરવામાં આવી રહ્યો છે.બંને પક્ષોના પ્રચારકો ખેડા મત ક્ષેત્રમાં પોતાની સભાઓ કરી રહ્યા છે અને કોરોના મહામારી ના ખતરાને ભૂલીને શહેરમાં મોટી સંખ્યામાં કાર્યક્રમોને સંબોધી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીના સમર્થનમાં હાર્દિક પટેલે સભાને સંબોધી હતી. હાર્દિક પટેલે સ્થાનિક લોકોની સમસ્યા અને સ્થાનિક મુદ્દાઓને લઈને જનતા પાસે મત માગ્યા હતા.હાર્દિક પટેલે લોકોને અપીલ કરી કે મોહનભાઈ ને બે વર્ષ માટે તક આપો.

ને કામ જુવો અને જો કામ સારું ના લાગે તો આવતી ચૂંટણીમાં તેમને મત ન આપજો. ભાજપમાં ભળેલા અને પાસ ના પૂર્વ કન્વિનર દિલીપ સાબવા દ્વારા આક્ષેપ કરેલ કે 2017માં હાર્દિક ટિકિટો વેચી હતી. તેમનો આક્ષેપ નો પલટવાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે.

તેને મારા પર આક્ષેપ કરવાની જરૂર નથી તે પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે.ભાજપ,અપક્ષ, એનસીપી અને ફરી એક વખત ભાજપ.

આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેટાચૂંટણીમાં કટોકટી લડાઈ થવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!