આઈ.પી.એલ. 2022 ની શરૂઆતમાં જ કેટલાક અનોખા ધમાકા જોવા મળી રહ્યા છે. રોજે-રોજ આઈપીએલને લઈને નવા સમાચાર સામે આવે છે. હાલ, આવા જ એક સમાચાર સામે આવ્યા છે. સૌ કોઈ જાણે છે કે, મહેન્દ્રસિંહ ધોની એ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ કેપ્ટન પદે ગુજરાતના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી હતી.
પરંતુ હાલ જાડેજાને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કેપ્ટન તરીકે જાડેજાએ કોઈ કારકિર્દી હાસિલ કરી નથી. આ ઉપરાંત જાડેજા ઉપર એક ખેલાડીના કરીઅરને સમાપ્ત કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ ખેલાડી વિશે. પહેલીવાર એવું બન્યું છે કે રવિન્દ્ર જાડેજા ચાહકો દ્વારા ખૂબ જ ટ્રોલ થઈ રહ્યો છે.
તેની કેપ્ટનશીપ હેઠળ તેણે મેચમાં ત્રણ મોટા ફેરફાર કર્યા હતા, છતાં પણ તે અસરકારક સાબિત થયા ન હતા. તમે જાણતા જ હશો કે, ક્રિકેટ જગતમાં સૌથી મોટો દિગ્ગજ ખેલાડી ડેવોન કોનવે છે. પરંતુ તેની અસર મેચમાં ન દેખાતા તેને મેચમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.
રે બેસ્ટ બેટમેન તરીકે ખ્યાતિ ધરાવતા આ ખેલાડીને મેચમાંથી સાઈડમાં કરવો એ ખરેખર ચોકાવનારી બાબત કહેવાય. આ ઉપરાંત મેચમાં પણ csk તરફથી ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પા ઓપનિંગ કરતા જોવા મળ્યા હતા. કોનવેને બહાર કરતા ક્રિકેટ ચાહકો પણ ખૂબ જ આક્રોશમાં આવ્યા હતા.
અને આ જ કારણ છે કે તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત KKR સામેની મેચમાં કોનવે એ 8 બોલમાં માત્ર ત્રણ જ રન બનાવ્યા હતા. જે તેની હાર નું સૌથી મોટું કારણ બન્યું હતું.
રવિન્દ્ર જાડેજાના આ કાર્યથી લોકો સહમત થયા ન હતા. અને ચાહકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક મેચ બાદ તેને આ રીતે બહાર કરવો યોગ્ય ન કહેવાય. આ ઉપરાંત તેઓનું માનવું છે કે કોનવે ને આગામી સમયમાં માઇક હસી બનાવવાનો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment