રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબા જાડેજા કચ્છ ખાતે માતા આશાપુરા ના મઢે દર્શન કરવા માટે પહોંચ્યા, તેમના આ ખાસ તસવીરો જોઈને…

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા ના હાલમાં સોશિયલ મીડિયા પર અનેક જૂના અને નવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હજુ આપણે થોડાક દિવસો પહેલા જ જોયું કે રવિન્દ્ર જાડેજા બળદગાડું ચલાવતા જોવા મળ્યા હતા અને આ વીડિયોમાં રવીન્દ્ર જાડેજા ની સાદગી જોઈને તમામે તમામ લોકોએ વખાણ કર્યા હતા.

મિત્રો ખરેખર તેમનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદગીથી ભરેલું છે.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ જામનગરના લોકલાડીલા ધારાસભ્ય છે અને તેઓ પણ સદાય સેવાકીય અને વિકાસના કાર્યોમાં હંમેશા કાર્યરત રહેતા હોય છે. હાલમાં જ રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

માતાજીના આશીર્વાદ લેતી તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાની સાથે તમામ લોકોએ તેમના ખૂબ જ વખાણ કર્યા હતા.મિત્રો કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 105 કિલોમીટરના અંતરે આવેલા આશાપુરા માતાજીના મઢ પર તે બંને ગયા હતા અને આ મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓને પર્વત આવેલા છે

અને અહીં આશાપુરા માતાજીની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે અને માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.કહેવાય છે કે લગભગ દોઢ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો અને તેમની ભક્તિને જોઈને માતાજી ખુશ થયા હતા

અને તેમને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે જા દીકરા મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવજે પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણીયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદીની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો

અને પાંચ મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર અવાજ સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને મંદિરના દરવાજા ખોલીને અંદર જઈને જોયું તો દેવીના ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ તેને યાદ આવ્યું કે માતાજી ના એક મહિના પહેલા જ દ્વાર ખોલી દીધા છે

જેના કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું જેથી માતાજીના ચરણોનું પ્રાગટ્ય અધૂર રહી ગયું. મંદિરના ગર્ભગૃહ માં બિરાજમાન માતાજી તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*