ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક રત્નકલાકારે દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃત્યુ પહેલા રત્નકલાકારે પોતાના ભાઈને એવી વાત કીધી કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
મૃત્યુ પામેલા રત્ના કલાકારનું નામ વિપુલ જીંજાળા હતું અને તેની ઉંમર 31 વર્ષની હતી. તે મૂળ ભાવનગર જિલ્લાનો વતની હતો અને હાલમાં સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતો હતો. તે હીરામાં કામ કરીને પોતાની પત્ની સહિત ત્રણ બાળકોનું ગુજરાન ચલાવતો હતો. અચાનક જ વિપુલે આ પગલું ભર્યું જેના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા લાંબા સમયથી વિપુલ પાસે કોઈ કામ ધંધા ન હતો જેના કારણે તેને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. વિપુલ હીરાની કંપનીમાં નોકરી કરતા હોય તો પરંતુ હીરાના ધંધામાં મંદી આવવાના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી. નોકરી છૂટ્યા બાદ આર્થિક સંકળામણ સાથે પરિવારનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. જેને લઈને વિપુલે આ પ્રકારનું પગલું ભર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈને છેલ્લા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહે છે. જેના કારણે અનેક રત્ન કલાકારોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. મૃત્યુ પામેલા વિપુલના નાના ભાઈએ જણાવ્યું હતું કે, મારા ભાઈ છેલ્લા 17 વર્ષથી હીરાની કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા.
છેલ્લા ઘણા સમયથી તેઓ આર્થિક સંક્રામણ અનુભવતા હતા. કારણ કે કંપનીમાંથી પૂરતો પગાર મળતો ન હતો. ભાઈના પગાર કરતા મોંઘવારી વધી ગઈ હતી જેના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓનો ખર્ચો વધી જતો હતો. ઘરનો ખર્ચો ઉપરાંત ત્રણ બાળકોની પાછળ થતો ખર્ચાને તેઓ એકલા પહોંચી વળતા ન હતા. તેથી તેમને આ પગલું ભર્યું હતું.
વધુમાં વાત કરતા વિપુલભાઈના નાના ભાઈએ જણાવ્યું કે, તું મારા છોકરાઓને સાચવી લેજે. મેં આવું બોલવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને મને જણાવ્યું કે હવે મારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી. મારાથી હવે નથી પહોંચી વળાતું. ત્યારબાદ વિપુલભાઈ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment