સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવએ આપ્યું મોટું નિવેદન.

Published on: 9:15 am, Fri, 8 January 21

ગુજરાત રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ અને ભાજપ દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને સાથોસાથ તોડ જોડ ની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ એ મોટું નિવેદન આપ્યું છે.ગુજરાતમાં જ્યારે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ નું મોટું નિવેદન સામે આવ્યું છે.તેઓએ કહ્યું કે આ ચૂંટણીમાં 50 ટકા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

આ સાથે તેઓ સતત બેઠક અને વ્યૂહ રચનાઓ બનાવી રહ્યા છે. તેઓએ ગુજરાતની એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેઓ આ મહત્વનું નિવેદન આપ્યું હતું.રાજીવ સાતવ એ કહ્યું કે યુથ કોંગ્રેસના કાર્યકરોને પ્રાધાન્ય આપીશું અને ગુજરાતી નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની.

રાજનીતિ શરૂ કરવામાં આવી છે. તેઓએ વધારેમાં કહ્યું કે 2022 સુધી હું જ ગુજરાત કોંગ્રેસનો પ્રભારી રહીશ.રાજીવ સાતવ એ જણાવ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસ ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. બૂથ સ્તર પર વધારે ફોકસ કરીને બેઠક વધારે મજબૂત બનાવી રહ્યા છીએ.

કોંગ્રેસે એક થઈને નવા ઉત્સાહ સાથે કામ શરૂ કર્યું છે અને તેમને કહ્યું કે ગુજરાતના નાગરિકો ભાજપ સરકારથી ત્રસ્ત છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવએ આપ્યું મોટું નિવેદન.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!