ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને સરકારી અધિકારીઓ ચૂંટણીના કામમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી આર.કે પટેલે આજરોજ વહેલી સવારે પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર આર કે પટેલ વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને મોડી રાતે 3:00 વાગ્યા સુધી ચૂંટણીના કામકાજ કરી રહ્યા હતા. ત્યારે આજરોજ સવારે અચાનક જ તેમને પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મધ્ય માહિતી અનુસાર વહેલી સવારે તેઓ ઘરે આવ્યા હતા અને ત્યારબાદ પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમને આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ચૂંટણી પહેલા જ સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલનું અચાનક જ આ રીતે મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. રાજેન્દ્ર પટેલે કયા કારણોસર આ પગલું ભર્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
તેમના મૃત્યુ પછી ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. ચૂંટણીની જવાબદારી નિભાવી રહેલા અધિકારીના મૃત્યુના કારણોની શું ચૂંટણી પંચ કોઈ તપાસ કરશે? આવા સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર થોડાક સમય પહેલા જ રાજેન્દ્ર પટેલનું સાણંદમાં પોસ્ટિંગ થયું હતું.
સમગ્ર ઘટનાને લઈને સાણંદ પોલીસે તપાસ હાથ ધરી છે. રાજેન્દ્ર પટેલના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રાજેન્દ્ર પટેલ નિર્મિત ફલોરા સોસાયટીના B 403 માં રહેતા હતા. તેઓ પંદર દિવસ પહેલા જ અહીં રહેવા માટે આવ્યા હતા. આ પગલું ભરતા પહેલા તેમને કોઈ સુસાઇડ નોટ લખી છે કે નથી લખી તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment