ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહે છે તથા તેઓ સાહિત્ય ક્ષેત્રે સમગ્ર દેશ દુનિયામાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા ધર્મ અને વતનને ક્યારેય ભૂલ્યા નથી તેઓ અવારનવાર અનેક તસવીરોના દિલ જીતે છે. સંગીત ક્ષેત્રમાં આટલી સફળતાની ઊંચાઈએ પહોંચ્યા હોવા છતાં પણ રાજભા ગઢવી હંમેશા પોતાના વતન ગીર સાથે જોડાયેલા રહે છે તથા અનેક વાર તેમની મુલાકાત લેતા હોય છે અને ફરીવાર તેમના બાળપણની યાદોને તાજા કરે છે.
રાજભા ગઢવી માટે ગીર માત્ર પ્રાકૃતિક જગ્યાએ નહીં પરંતુ તેમના હૃદય સાથે જોડાયેલું એક અગત્યનું અંગ છે તેઓ હંમેશા ગિર ના સંસ્કારો પોતાના હ્રદયમાં સાચવીને રાખે છે. હાલમાં જ રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ગીર પ્રત્યેનો પોતાનો ભાવ લાગણી અને પ્રેમ લોકો સમક્ષ રજૂ કર્યો હતો જે તમામ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે રાજભા ગઢવી નો જન્મ ગીરમાં થયો હોવાથી તેઓ હંમેશાં ગીરને ખૂબ જ પ્રેમ કરે છે થોડા સમયે પહેલા જ તેમને પોતાના પરિવાર સાથે ઓપન જીપમાં વરસાદી માહોલ વચ્ચે ગીરની મુલાકાત લીધી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના જૂના મિત્રો સાથે દેશી ભોજનની પણ મજા માણી હતી રાજભા ગઢવી સાહિત્ય ક્ષેત્રે સફળ રહ્યા છતાં પણ પોતાનું જીવન સાદગી ભર્યું જીવવાનું પસંદ કરે છે આ સાદગી સ્વભાવને કારણે જ ચાહકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે આ સાથે જ તેમની સાહિત્યની વાતોને પણ પોતાના જીવનમાં અનુસરતા હોય છે.
દેશ વિદેશના લોક ડાયરામાં પણ રાજભા ગઢવી પોતાના વતન ગીર ને જરૂરથી યાદ કરે છે તથા તમામ લોકોને એકવાર ગીરમાં આવવા માટેનું આમંત્રણ પણ આપે છે કારણ કે ગીરની મહેમાનગતિ સમગ્ર વિશ્વમાં તમને ક્યારે જોવા મળતી નથી તેઓ પોતાના મહેમાન માટે સર્વસ્વ પણ સમર્પિત કરવા માટે તૈયાર થઈ જતા હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ ગિરના ભોજન સામે 56 ભોગ પણ ફીકો છે. હાલમાં રાજભા ગઢવી એ પોતાનો ગીર પ્રત્યેનો ભાવ રજૂ કર્યો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
રાજભા ગઢવી પોતાના અનુભવ જણાવતા કહ્યું કે પ્રકૃતિ જ ભગવાન છે.” આ વાતમાં કોઈ શંકા નથી કે તેઓ પ્રકૃતિના મહત્વને સારી રીતે સમજે છે. ગીરની વનરાઈ અને વન્યજીવો તેમના માટે માત્ર પ્રકૃતિ નથી પરંતુ એક ધાર્મિક આસ્થા પણ છે. ખરેખર આટલા જ શબ્દોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે રાજભા ગઢવી પોતાના વતન ગીરને કેટલો નજીકથી પ્રેમ કરતા હશે. તમામ લોકોને ગીર પ્રત્યેનો આ પ્રેમ અને લાગણી ખૂબ જ પસંદ આવી હતી તથા તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા.