ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી હંમેશા પોતાની સંસ્કૃતિ સંસ્કારો સભ્યતા સાથે જોડાયેલા રહે છે આ કારણથી આજે રાજભા ગઢવી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસાહિત્યનો ડંકો વગાડી રહ્યા છે હવે તેઓ ટૂંક સમયમાં લંડન માં રહેતા ગુજરાતવાસીઓને લોકસાહિત્યની મોજ કરાવવા માટે જઈ રહ્યા છે તેના સમાચાર તેને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના ચાહકોને આપ્યા હતા.
લંડન માં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ભવ્ય લોકસાહિત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજભા ગઢવી વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે આ સમાચાર માત્ર ગુજરાત માટે નહી પરંતુ સમગ્ર ભારત માટે ખૂબ જ ગર્વ છે કારણ કે આજે વિદેશના ખૂણે ખૂણે લોકસાહિત્ય પહોંચી રહ્યું છે અને લોકો ભારતીય પરંપરા સંસ્કારો અને સંસ્કૃતિ વિશે જાણી તેમની વિશે જાગૃત થઈ સતત આગળ વધી સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ વિકાસ કરી રહ્યા છે.
પરંતુ તે પહેલા રાજભા ગઢવી પોતાના પરિવાર સાથે ઓપન જીપમાં ગીરની મુલાકાત લીધી હતી વરસાદી વાતાવરણ વચ્ચે આ મુલાકાત રાજભા ગઢવીના સમગ્ર પરિવાર માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બની રહી હતી આટલા મોટા સાહિત્યક્ષેત્ર સાથે જોડાયેલા અને સફળ થયા હોવા છતાં પણ હંમેશા પોતાના વતન ગીર સાથે જોડાયેલા રહે છે. આ બાદ તેણે પોતાના જૂના મિત્રો સાથે દેશી ભોજન ની મજા માણી હતી. હાલમાં રાજભા ગઢવી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર ના પાવન પ્રસંગ નિમિત્તે ભગવાન મહાદેવની પૂજા કરી હતી અને શિવલિંગ પર જળ અભિષેક કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
રાજભા ગઢવી ભગવાન મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ કારણથી જ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજભા ગઢવીએ સંપૂર્ણ ભક્તિ ભાવથી ભગવાન મહાદેવની પૂજા કરી હતી જેનો વિડીયો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે રાજભા ગઢવી આજે પણ પોતાના સંસ્કારોને પરંપરા ને ભૂલ્યા નથી તમામ રાજભા ગઢવીના ચાહકોએ આ વિડીયો જોતા ની સાથે જ તેમની સાદગીના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તમામ લોકોએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે શુભકામના અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી સાથે સાથે ઘણા લોકોએ હર હર મહાદેવના નાદ પણ લગાવ્યા હતા.
આ વીડિયોમાં રાજભા ગઢવી શિવલિંગ પર જળ અભિષેક કરતાની સાથે સંસ્કૃત લોકો પણ ગુણગાન કરી રહ્યા છે. આ તસવીરના કેપ્શન માં રાજભા ગઢવી એ લખ્યું હતું કે આજથી શરૂ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા લાવે તેવી દેવોના દેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના રાજભા ગઢવીએ પોતાના તમામ ચાહકો માટે ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી.