રાજભા ગઢવીએ લંડનમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ભારતીય ધ્વજ લહેરાવ્યો,જુઓ વીડિયો

ગુજરાતના લોક સાહિત્યકાર તરીકે જાણીતા રાજભા ગઢવી હાલમાં પોતાના વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે થોડા સમય પહેલા તેઓએ પોતાના સમગ્ર પરિવાર સાથે રાજભા ગઢવી ના વતન ગીરની મુલાકાત લીધી હતી. આપને જણાવી દે કે રાજભા ગઢવી સંગીત ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ પરંપરા સભ્યતા હંમેશા પોતાની સાથે રાખે છે આ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રાજભા ગઢવી હંમેશા પોતાની જન્મભૂમિ અને વતન ગીર સાથે જોડાયેલા રહે છે તથા અનેકવાર ગીરમાં પોતાનો સમય વિતાવે છે તેમણે પોતાના જૂના સાથે મિત્રો સાથે દેશી ભોજન ની મજા માણી હતી રાજભા ગઢવી ની સાદગી જોતા તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.