અમદાવાદમાં પરસોતમ રૂપાલા ના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા કમલમ ખાતે ઘેરાવની ચીમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ કરનીસેનાના અગ્રણીઓની મોડી રાતે અટકાયત કરવામાં આવી હતી. કમલમ ખાતે ઘેરાવા પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના રાજ શેખાવત ને નજર કેદ કરવામાં આવ્યા હતા
અને ત્યારબાદ તેમજ પોલીસ વાનમાં બેસાડવા જતા પોલીસ કર્મચારી થી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા.રાજ શેખાવત ને સાયબર ક્રાઈમ લઈ જવામાં આવ્યા જ્યાં કરણી સેનાના કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા. સાયબર ક્રાઇમ ની ઓફિસ નો ગેટ બંધ કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે અને એરપોર્ટ પર પાઘડીનું અપમાન થવાનું પણ જણાવી રહ્યા છે
અને પોલીસ અને કાર્યકરો વચ્ચે પણ થઈ હતી. કરણી સેનાના કાર્યકરોને પોલીસ સાઈબર ક્રાઈમ થી દૂર કરાયા છે.ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેઓની હાલમાં પોલીસે અટકાયત કરી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે.
રાજ શેખાવતના જણાવ્યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” છાવણીમાં ફેરવાઇ ગયુ છે.મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ખડકાઈ છે. ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, SRP, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે.
ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.અટકાયત પહેલાં એરપોર્ટથી રાજ શેખાવતે એક વીડિયો બનાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment