કાશ્મીરના મુદ્દો ઉઠાવી પાકિસ્તાને રાખી આ શરત, ભારત સાથે વાતચીત કરવા તેઓએ કર્યો ઇન્કાર.

94

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારત સાથે કોઈ પ્રકારની ઔપચારિક વાતચીતનો ઇનકાર કરી દીધો છે. ઇમરાન ખાને જનતાના સવાલોનો જવાબ આપવા સમયે જણાવ્યું કે, જ્યાં સુધી ભારત 5 ઓગસ્ટ 2019 ના રોજ કાશ્મીરમાં લેવામાં આવેલા પગલાને પરત નહીં.

લે ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત નહીં થઈ શકે. તેઓએ પશ્ચિમી દેશો પર માનવ અધિકાર અંગે બેવડા વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

આ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ માને છે કે છેલ્લા બે વર્ષથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે. પરંતુ તે ઓપચારિક વાતચીત નથી.

આર્ટીકલ 370 ભારતની આંતરિક મામલો છે અને અમારી ચિંતા 35-A ને લઈને છે. જોકે તેમના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં મચી ગયો હતો અને બાદમાં કુરેશીએ ફેરવી તોળ્યું હતું.

સાઉદી પ્રવાસ પરના પાકિસ્તાની સમુદાયના કાર્યક્રમ દરમિયાન ઇમરાને કહ્યું, અર્થતંત્રની દ્રષ્ટિએ પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ છે.

અમે તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારે યાદ રાખવું જોઈએ કે થોડા મહિના પહેલા અમે નાદાર બનવાની ધાર પર હતા. ત્યારબાદ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા અમારી સહાય કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!