રાજકોટ સહિત આ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની આગાહી.

102

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે તેવી આગાહી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના અને.

આ ઉપરાંત આગાહી મુજબ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાય શકે છે. અને જિલ્લામાં અનેક સ્થળે વરસાદ પણ પડી શકે છે. સાંજે ચાર વાગ્યાની આસપાસ જસદણમાં જોરદાર વરસાદ પડયો હતો.

તેના કારણે ગામડાઓમાં પાણી ભરાઈ ગયું. આ ઉપરાંત સાંજે છ વાગ્યે પણ વીજળી ને સાથે વરસાદ પડ્યો. જ્યારે ભાવનગર જિલ્લામાં અડધી કલાકમાં દોઢ ઇંચ વરસાદ અને તળાજા માં પણ એક ઇંચ વરસાદ પડી ગયો હતો.

આ ઉપરાંત રાજ્યમાં ગાંધીનગરમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે.

અને આગામી 48 કલાકમાં રાજ્યમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, જુનાગઢ આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગાહી મુજબ ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાય શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!