જેલવાસ બાદ દેવાયત ખવડના પહેલા ડાયરામાં રૂપિયા-ડોલરનો વરસાદ, ડાયરામાં આટલું પબ્લિક આવ્યું કે… જુઓ વાયરલ વિડિયો…

મિત્રો ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ ને તો તમે બધા જરૂર ઓળખતા હશો. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા બાદ દેવાયત ખવડને જેલમાં જવાનો વારો આવ્યો હતો. 72 દિવસ જેલમાં ભોગવ્યા બાદ દેવાયત ખવડને કોટે જામીન આપી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ 72 દિવસ જેલમાં રહ્યા બાદ ગઈકાલે પ્રથમ વખત ભાવનગર શહેરમાં એક ડાયરાના સ્ટેજ પર જોવા મળ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે જેલવાસ બાદના દેવાયત ખવડ ના પહેલા ડાયરામાં શેકડો લોકો આવ્યા હતા. સ્ટેજ પર દેવાયત ખવડે માતાજીની આરાધના સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્ટેજ પરથી દેવાયત ખવડે કહ્યું હતું કે, આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છું, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, માત્ર વ્યવહારની જ વાતો કરીશ, પણ હા, પહેલા પણ કહેતો હતો અને આજે પણ કહું છું “ઝુકેલા નહીં સાલા..”

મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત ખવડના ડાયરામાં સતત રૂપિયા અને ડોલરનો વરસાદ થયો હતો. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેલમાંથી બહાર નીકળ્યા પછી દેવાયત ખવડના પહેલા ડાયરામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા કમળાઈ માતાજીના મંદિર ખાતે પાંચ માર્ચના રોજ રાત્રિના કમળાઈ માતાજી હુતાશની પર્વે નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત ખવડ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

દેવાયત ખવડ રાત્રે 12 વાગ્યાની આસપાસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના માથા પર સાફો પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રાત્રે બે વાગ્યાની આસપાસ દેવાયત ખવડે સ્ટેજ પર માતાજીની અરાધનાથી સ્તુતિ ગાઇ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

દેવાયત ખવડ જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે તેમના ચાહકોએ રૂપિયા અને ડોલરોનો તેમની ઉપર વરસાદ કર્યો હતો. જેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત ખવડને એક શરત પર જામીન આપવામાં આવી છે. આ શરતમાં દેવાયત ખવડને છ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*