રાધિકાની અંબાણીની બહેન અંજલી મર્ચન્ટ દેખાય છે ખૂબ જ સુંદર, જુઓ ખાસ તસવીરો

મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટર ખાતે કરવામાં આવ્યા હતા. આ લગ્નના આટલા દિવસો બાદ પણ દેશ દુનિયામાં અને સોશિયલ મીડિયામાં ચારેકોર અંબાણી પરિવારના લગ્નની ચર્ચાઓ ખૂબ જ જોરથી ચાલી રહી છે કારણ કે આ લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ યાદગાર બન્યા હતા.

અનંત અને રાધિકાના લગ્નમાં દેશ વિદેશના બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી બિઝનેસમેન, સાઉથ સુપરસ્ટાર ક્રિકેટરો વિદેશના પ્રાઇમ મિનિસ્ટર તથા ગુજરાતી કલાકારો અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ વિશિષ્ટ રીતે હાજરી આપી અંબાણી પરિવારના લગ્ન પ્રસંગને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવ્યો હતો.

આ લગ્ન પ્રસંગના શુભ માહોલ વચ્ચે અંબાણી પરિવાર તથા મર્ચન્ટ પરિવારના સભ્યોની ફેશન સ્ટાઈલને કારણે લગ્નમાં ચાર ચાંદ લાગી ગયા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર હંમેશા પોતાના દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં પોતાના પહેરવેશથી દરેક લોકોના દિલ જીતી લે છે તેવામાં આ વખતે પણ આનંદ અને રાધિકાના લગ્ન પ્રસંગ નિમિત્તે માત્ર અંબાણી પરિવાર

નહીં પરંતુ મર્ચન્ટ પરિવારે પણ ફેશન સ્ટાઈલમાં દરેક લોકોના દિલ જીતી લીધા હતા તેમાં પણ અનંત અંબાણીની સાસુ શૈલા મર્ચન્ટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શૈલા સાથે તેની મોટી દીકરી અંજલિ મર્ચન્ટ પણ જોવા મળી રહી છે.

જ્યારથી રાધિકાની માતા અને મોટી બહેનની તસવીરો સામે આવી છે ત્યારથી તેમની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. રાધિકાની જેમ તેની માતા અને બહેન પણ સુંદરતામાં કોઈથી ઓછા નથી. રાધિકા ની માતા અને તેની બહેન અંજલી બોલીવુડની અભિનેત્રીની સુંદરતાને પણ ટક્કર આપે છે જે આ વાયરલ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો.

આ લગ્નમાં રાધિકા સાથે તેમની માતા અને બહેને ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટમાં જોઈ શકો છો કે રાધિકાની અને તેમની માતા અને બહેનની સુંદરતા એક સમાન જ લાગી રહી છે તમામ લોકોને તેમની સુંદરતા ખૂબ જ પસંદ આવી હતી.અનંત અંબાણીના સાસુ શૈલા મર્ચન્ટ અને અંજલિ મર્ચન્ટે તેમના માટે ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપ્યું હતું.

બંનેએ ‘મિથિલા કા કાન કાન ખિલા, જમાઈ રાજા રામ મિલા…’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અનંત તેની સામે ઊભો છે અને તેની સાસુ અને ભાભીના પરફોર્મન્સને જોતો જોવા મળે છે. સાળી અંજલી હસતાં હસતાં તેના સાળા અનંત પર ઘણો પ્રેમ વરસાવતી જોવા મળે છે, જ્યારે સાસુ અનંતને તેના જમાઈ તરીકે જોઈને ખૂબ જ ખુશ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.