રાસ રમતા-રમતા થયું મૃત્યુ..! વણઝારા સમાજના અગ્રણીનું રાસ રમતા રમતા કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો

Published on: 3:24 pm, Mon, 17 October 22

મિત્રો દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિનું અચાનક જ રાસ રમતા રમતા મૃત્યુ થયું છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુમાં તમે છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર દેવગઢ બારીયા નગરમાં એક શુભ પ્રસંગે ગરબા રમી રહેલા વણઝારા સમાજના અગ્રણી અચાનક જ જમીન પર ઢળી પડ્યા હતા.

લોકોને કાંઈ ખબર પડે તે પહેલા તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને સમાજના લોકોમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રવિવારના રોજ રાત્રે દેવગઢબારિયા નગરમાં વણઝારા સમાજમાં એક શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સમાજના લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગમાં ગરબાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. ત્યારે વણઝારા સમાજના અગ્રણી એવા રમેશભાઈ જીતાભાઈ વણઝારા અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ મળીને રાસ રમી રહ્યા હતા. ત્યારે રાસ રમતી વખતે અચાનક જ રમેશભાઈ જમીન ઉપર ઢળી પડ્યા હતા.

રમેશભાઈને જોઈને ત્યાં હાજર તમામ લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ રમેશભાઈને તાત્કાલિક બેભાન અવસ્થામાં સારવાર માટે નજીકના દવાખાનામાં લઈ ગયા હતા. દવાખાનામાં હાજર ડોક્ટરે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

હાર્ટ એટેક આવવાના કારણે રમેશભાઈ નું મૃત્યુ થયું છે તેવી માહિતી મળી રહે છે. રમેશભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સમાજના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા પણ નવરાત્રીના દિવસોમાં આણંદના તારાપુરમાં શિવ શક્તિ સોસાયટીમાં ગરબે રમતા રાજપુત યુવકનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાસ રમતા-રમતા થયું મૃત્યુ..! વણઝારા સમાજના અગ્રણીનું રાસ રમતા રમતા કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*