કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબના પ્રદર્શનકારીઓએ ભાજપના નેતાના ઘર સામે કર્યું….

Published on: 6:01 pm, Sun, 3 January 21

ત્રણ કૃષિ કાયદાને લઈને આજે જગતનો તાત પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્લી બોર્ડર પર છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે અને આજે ખેડૂત પ્રદર્શનને 39 મો દિવસ છે.ખેડૂતો સાથે વિપક્ષી પાર્ટીઓ પણ કેન્દ્ર સરકારને ઘેરી રહી છે અને કાયદા પાછળ લેવાની માંગણી કરી રહી છે. સરકાર કોઈપણ સંજોગોમાં કાયદો પાછો લેવાની ના પાડી રહી છે. સરકારના કૃષિ મંત્રી અને ખેડૂત નેતાઓ વચ્ચે ઘણી વખતે બેઠકો પણ થઈ ચૂકી છે.

પરંતુ ખેડૂતો અને સરકાર વચ્ચે સહમતિ બની રહી હતી અને ખેડૂતોને સરકાર વચ્ચે આ અઠવાડિયે ફરી બેઠક થશે પરંતુ આ દરમિયાન ખેડૂતોનું આંદોલન સતત ચાલુ રહેશે.પંજાબના મુખ્યમંત્રી અમરિન્ડર સિંહે લોકોને વિરોધના નામ પર કાયદો હાથમાં ન લેવાની ચેતવણી આપી છે.

રિપોર્ટ અનુસાર કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા એક ગ્રૂપ હોશિયાર પૂરમાં પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપ ના નેતા તિષણ સુદના ઘર બહાર પ્રદશન કર્યું અને કેન્દ્ર વિરોધ નારેબાજી કરી હતી.

તેમાંથી કેટલાક લોકોએ ભાજપના નેતાના ઘર ની સામે ગાય નું ગોબર નાખી ને વિરોધ કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!