ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ અથડામણમાં બે જવાન શહીદ થયા છે, શહીદોમાં એક સબ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ નો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ એન્કાઉન્ટર સોમવારે સાંજે પશ્ચિમ સિંહભૂમના ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તારના તુમ્બહાકા વિસ્તારમાં થયું હતું.
આ વિસ્તાર કોલ્હાન જંગલ વિસ્તાર હેઠળ આવે છે, જેમાં સબ ઇન્સ્પેક્ટર અમિત તિવારી અને હવાલદાર ગૌતમ કુમાર શહીદ થયા હતા. જેમાંથી શહીદ અમિત તિવારી 2012 બેન્ચ ના છે બંને ઝારખંડના જગુઆર ફોર્સમાં સામેલ હતા. ઝારખંડમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની, અગાઉ 31 મેના રોજ નક્સલવાદીઓએ પોલીસ ટીમને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ સુરક્ષા દળોએ કોલ્હાન જંગલમાં અભિયાન ચલાવીને 11 IED બોમ્બ કબજે કર્યા હતા અને તેનો નાશ કર્યો હતો. બોમ્બ ગોઈલકેરા પોલીસ સ્ટેશન હેઠળના મરાદિરી,હાથીબુરુ, મેરલગડા ગામ અને છોટા કુઈડા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. ઉપરાંત ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના તુમ્બહાકા ગામમાં પણ મળી આવ્યા હતા.
સીપીઆઇ માવોવાદી નક્સલવાદી સંગઠનના મોટા નેતાઓ મિસીર બેસરા, અનમોલ, મોચુ, ચમન, કાંડે, અજય મહતો, સાગેન અંગારીયા, અશ્વિન તેમની ટુકડી સાથે આ જંગલોમાં ફરે છે. આ માહિતી મળ્યા બાદ જ સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષા દળ ના જવાનોએ ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ટોંટો પોલીસ સ્ટેશન હેઠળના તુમ્બહાકા ગામની આસપાસના જંગલ વાળા પહાડી વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા પાંચ દબાણ IED બોમ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં એક બોમ્બ મળી આવ્યો હતો, જ્યારે પોલીસ સ્ટેશન હેઠળના મરાદિરી, હાથીબુરુ મેરલગાડા ગામ અને છોટા કુઈડા વિસ્તારમાંથી પાંચ પ્રેશર આઈઈડી બોમ મળી આવ્યા હતા. બોમ ડિસ્પોઝલ સ્કોડ ની મદદથી તમામ બોમને સ્થળ પર સુરક્ષિત રીતે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment