મધ્યપ્રદેશમાં બનેલી એક દુઃખદાયક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પતિ-પત્નીનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર 25વર્ષીય અજય પીનકા પોતાની પત્ની તપસ્યા સાથે સીધીમાં એક ઓરડામાં રહેતો. તે દિવસે અકસ્માતની ઘટના બની ત્યારે તે પોતાની પત્ની સાથે એએનએમ પેપર લેવા સીધીથી સતના જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં તેમનું અકસ્માત થયું હતું અકસ્માતમાં બંને પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો રડતા રડતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.
તપસ્યાનું મૃતદેહ બપોરના 3 વાગે મળી આવ્યો અને અજયનું મૃતદેહ સાંજના 5 વાગે મળી આવ્યું હતું. ત્યાર બાદ બંનેના મૃતદેહને રાત્રે દસ વાગે એમ્બ્યુલન્સના મારફતે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતા.
અજય પોતાની પત્ની તપસ્યાને ભણાવીને ખૂબ જ આગળ વધારવા માંગતો હતો. અને જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે તે પોતાની પત્નીને પરીક્ષા આપવા માટે સત્તાના લઈ જઈ રહ્યો હતો.
આ ઘટના બનતા જ આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. બુધવારના રોજ અજય અને તપસ્યાના બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે આખા ગામની આંખમાં આંસુ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment