ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જુલાઇના રોજ ગુજરાત પ્રવાસે આવવાના હતા. પેલા આવી માહિતીઓ સામે આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી ને અનેક વિકાસના કાર્યક્રમનું લોકાપણ કરવાના હતા.
પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે 16 તારીખે ગુજરાત આવવાના નથી અને તેઓ વર્ચ્યુઅલ લોકાપણ કરશે તેવી માહિતી સામે આવી છે. 16 તારીખ ના રોજ સાંજે 4:00 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન પાસે ફાઇસટાર હોટલ નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે.
ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ જોડાશે. તેમજ રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ અને રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ જોડાવાના છે.
દેશમાં કોરોના કેસની વાત કરીએ તો અમુક રાજ્યોમાં હજુ પણ કોરોના ના કેસ ઘટિયા નથી. પ્રધાનમંત્રી આગામી 16 તારીખ ના રોજ આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઓરિસ્સા, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે સવારે 11 વાગે વર્ચ્યુઅલ રીતે બેઠક કરશે.
ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું પણ કહ્યું છે કે લોકો એવું માની રહ્યા છે કે ત્રીજુ લેહર નું આગમન થાય તે પહેલા થોડુંક ફરી લઈએ. ત્રીજી લેર સામેથી નહીં આવે તેને લાવવામાં આવે આવશે એવું તેમણે કહ્યું હતું.
ઉપરાંત તેમને કહ્યું કે કોરોના ની રસી ને લઈને દરેક લોકોને જાગૃત કરવા પડશે. ઉપરાંત કોરોના ના દરેક વેરિએન્ટ પર નજર રાખવા પણ તેમને વિનંતી કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment