દિવાળીનો તહેવાર નજીક આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશવાસીઓને મોટી ભેટ

Published on: 4:46 pm, Mon, 25 October 21

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્વાસ્થ્યની સૌથી મોટી યોજના છે. મોદી સરકાર પાંચ વર્ષમાં પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન માટે 64 હજાર કરોડનો ખર્ચ કરશે, આ પૈસા દ્વારા જિલ્લા સ્તરે આઇસીયુ, વેન્ટિલેટર વગેરે સહિત 37 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

આનાથી જિલ્લાસ્તરે સારવારની સુવિધા મળી રહેશે અને સારવારના ખર્ચમાં બચત થશે. આ ઉપરાંત 4000 લેબ્સ પણ બનાવવામાં આવશે. આ યોજનાના ચેપીરોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પાંચ નવા ncdc બનાવવાની પણ યોજના છે.

આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અગાઉની સરકારો આરોગ્ય સેવા ઉપર ધ્યાન આપતી નહોતી. યુપી ને વિકાસથી દૂર રાખયું. મોદીએ કહ્યુ કે શરીરને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવેલું રોકાણ શ્રેષ્ઠ રોકાણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!