પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય મંત્રીઓ સાથે બેઠક એવા સમય થઈ રહી છે જ્યારે કોરોના કેસ ઝડપથી વધી રહ્યો છે
.આ બેઠક સાંજે 6:30 કલાકે શરૂ થશે. પ્રધાનમંત્રી મોદી ને આ બેઠકને લઈને દેશભરમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો શરૂ થઇ ગઇ છે.
જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી તેથી કઈ પણ કહી શકાય નહીં.દેશમાં કોરોના કેસો ખૂબ જ વધી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.
આ બેઠકમાં દેશમાં કોરોના કેસો સૌથી વધારે છે એવા 11 રાજ્યોમાં પાંચ દિવસનું લોકડાઉન લાદવા મુદ્દે ચર્ચા કરાશે એવું સૂત્રોનું કહેવું છે.
આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
ગુજરાત માં સૌથી વધારે સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા રાજ્યની રૂપાણી સરકારે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક ગઈકાલે બેઠક બોલાવી હતી. આ બેઠકોમાં અધિકારીઓ પાસે કોરોના ની કામગીરી અંગે માહિતી પણ મેળવી હતી.
તેઓએ સુરતમાં કોરોના અંગેની કામગીરી ઝડપી કરવા નિર્દેશ કર્યો હતો.2500 રેમડેસવિર ઇન્જેક્શન નો જથ્થો સુરત મોકલવામાં આવશે.નર્સિંગ હોમ માં કોરોના સારવાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment