ત્રીજી લહેર ની ચિંતા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે આ મોટું કામ, રાજ્યોને મળી…

Published on: 6:18 pm, Mon, 12 July 21

દેશમાં કોરોના ની બીજી લહેર હજુ તો ગઈ નથી ત્યાં ત્રીજી લહેરની ચિંતાઓ ઊભી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના ની ત્રીજી લહેર ની ચિંતા અંગે નાગાલેન્ડ, આસામ, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે આવતીકાલે સવારે 11 વાગ્યે બેઠક યોજાશે.

ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં આ છે કોરોના ના નવા 254 કેસ સામે આવ્યા છે અને કોરોના ના કારણે એક વ્યક્તિનુ મૃત્યુ થયું છે. આસામમાં રવિવારના રોજ કોરોના ના નવા 1579 દેશની પુષ્ટિ થઇ હતી.

અને કોરોના ના કારણે 16 લોકોના મૃત્યુ થયા હતા. ઉપરાંત નાગાલેન્ડમાં 78 નવા કોરોના ના કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 25976 લોકો કોનાથી સંક્રમિત થયા છે અને તેના કારણે 507 દર્દીઓના મૃત્યુ થયા છે.

સિક્કિમમાં ગઈકાલે કોરોના નવા 144 કેસ નોંધાયા હતા ને કોરોના ના કારણે બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના ના 22307 લોકો સંક્રમિત થયા છે અને કોરોના ના કારણે 315 દર્દીઓના મૃત્યુ થયા છે.

એક રિપોર્ટ અનુસાર હાલના આંકડા અનુસાર ભારતમાં જુલાઈના બીજા અઠવાડિયાની આસપાસ લગભગ 10 હજારથી વધારે કોરોના નવા કેસ સામે આવી શકે છે.

રિપોર્ટ અનુસાર 21 ઓગસ્ટ બાદ દેશમાં કોરોના ની ત્રીજી લહેર નું આગમન થઇ શકે છે. અને મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર મહિનામાં કોરોના ની ત્રીજી લહેર બેકાબુ થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!