22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. હાલમાં તો અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરને લઈને લોકોની વચ્ચે અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દેશના અલગ અલગ ખૂણા માંથી રામ મંદિરમાં દાન આવી રહ્યું છે. રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભજન શેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે કે, શ્રી રામ લલાને આવકારવા માટે આ એક મંત્રમુગ્ધ કરનાર ભજન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભજનની youtubeની લીંક શેર કરી છે. ઉપરાંત કેપ્શનમાં આ ભજન ગાના સિંગરનું નામ પણ લખ્યું છે. લખ્યું છે કે, સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ છે.
મિત્રો સ્વાતિ મિશ્રાજીએ ગાયેલું આ ભજન તમે સૌ કોઈ લોકોએ સાંભળ્યું હશે. આ ભજન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે અને આ ભજન પર ઘણા બધા રીલ્સ પણ બન્યા છે. આ ભજન સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે.
श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024
મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ #ShriRamBhajan હેશટેગ સાથે આ ભજન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ઉપરાંત આ હેશટેગ સાથે ભજનને સોશિયલ મીડિયા પર શેર કરવાની અપીલ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment