પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5G ને લઈને આપ્યું મહત્વપૂર્ણ અને મોટું નિવેદન

186

પ્રધાનમંત્રી મોદીએ આજ રોજ ત્રણ દિવસે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ નું ઉદઘાટન કર્યું અને રોકાણકારોને ભારતમાં ઝડપથી વધી રહેલા દૂરસંચાર ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં ઊભરતી સંભાવનાઓ તરફ આર્કષિત કર્યા.તેમને જણાવ્યું કે મોબાઈલ ટેકનોલોજીના ઉપયોગથી બધા કામમાં પારદર્શિતા અને પ્રોત્સાહન મળે છે.દેશ-વિદેશના ઉધોગપતિઓ અને રોકાણકારોના સંબોધતા વડાપ્રધાને કહ્યું કે.

ભારત આજે એક અબજ કરતાં વધારે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા છે અને ભારત આ ક્ષેત્રમાં વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. નરેન્દ્ર મોદી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં કહ્યુ કે, મોબાઇલ રેટ ભારતમાં સૌથી ઓછા છે અને અમારો દેશ સૌથી ઝડપથી વિકસિત એપ્લિકેશન માર્કેટ બની રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ઉદ્ઘાટનમાં ભારતમાં 5G ને લઈને એક મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું હતું.તેમને જણાવ્યું કે.

ભવિષ્યમાં મોટી છલાંગ લગાવવા અને લાખો ભારતીયોને સશક્ત બનાવવા માટે 5G પર સાથે મળીને કામ કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!