પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના ની રસી લેવાની કરી જાહેરાત, જાણો ક્યારે લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી.

152

ભારતમાં કોરોનાવાયરસ ને નાથવા માટે હાલ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં હજારો લોકોને રસી નો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે અને ઘણા લોકો હજુ રસી લેતા અચકાય રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કામાં રસી લેશે.

તેવી મોટી જાહેરાત થઇ છે રસીકરણના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોના રસી લેશે.સામાન્ય જનતા ને રસીકરણ પ્રત્યે વિશ્વાસ બેસાડવા પ્રધાનમંત્રી મોદી અને અન્ય નેતાઓ રસી લેશે.

જોકે પ્રધાનમંત્રી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા દ્વારા.તૈયાર કરાયેલી ઓ કોવીશિલ્ડ અને ભારત બાયોટેક ની સ્વદેશી રસિ કોવેક્સિન પૈકી કઈ રસી લેશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.ગત અઠવાડિયે રસીકરણ ની શરૂઆત કરાવતા.

પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતુ કે.બીજા તબક્કામાં 50 થી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,223 નવા કેસ નોંધાયા છે.

અને 151 લોકોના મોત થયા છે.દેશમાં કોરોના થી કુલ 1,06,10,883 પર પહોંચી છે. ભારતમાં એક્ટિવ કેસ ની કુલ સંખ્યા 1,92,308 છે જયારે 1,02,65,706 લોકો કોરોના ને મહાત આપી ચુક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!